મોરબી : મોરબીની સરકારી હોસ્પિટલના પાર્કિંગમાંથી ગત તા.13ના રોજ મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટીમાં રહેતા જલ્પનભાઇ હીરજીભાઇ અઘેરાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.