જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને હોમગાર્ડસ તેમજ એનસીસી ક્રેડેટ પણ જોડાયા, સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ સર્જાયો મોરબી : મોરબીમાં હવે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં દરેક લોકોમાં દેશની આન બાન શાનના પ્રતીક એવા રાષ્ટ્ધ્વજ પ્રત્યે આદર સન્માન જાગૃત થાય અને તિરંગા થકી દરેકને આદર્શ નાગરિક બનવાની શીખ આપવા ઠેરઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી હોય અને આજે સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લા પોલીસ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ યોજતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. સમસ્ત મોરબી જિલ્લા પોલીસ બેડા દ્વારા આજે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને હોમગાર્ડસ તેમજ એનસીસી ક્રેડેટ પણ જોડાયા હતા. જેમાં શહેરના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ ખાતેથી મોરબી જિલ્લાના પીઆઇ, પીએસઆઇમાં એમ.પી. પંડ્યા, પીએસઆઇ એમ વી, પટેલ, ટંકારાના પીએસઆઇ બી.ડી. પરમાર, ડી.વી. ઝાલા, મહિલા પીએસઆઇ લગઘીરકા સહિતના પોલીસ અધિકારીઓ અને લોકોએ પણ શિસ્તબદ્ધ રીતે ઉમિયા સર્કલ સુધી તિરંગા પરેડ કરી હતી.