મોરબી : મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં વેજીટેબલ રોડ ઉપર સુંદરમ હાઇટ્સ ખાતે આરદેશણા પરિવાર દ્વારા તા.16થી 22 ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ સવારે 9થી 12 અને બપોરે 3:30થી 6 સુધી શાસ્ત્રી અમિતભાઇ પંડ્યા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથામાં 16મીએ પોથીયાત્રા, 17મીએ કપિલ જન્મ, 18મીએ વામન જન્મ, 19મીએ રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, 20મીએ ગોવર્ધન પૂજા, તુલસી વિવાહ, 21મીએ સુદામા મિલન અને 22મીએ પરીક્ષિત મોક્ષ, વિષ્ણુ યજ્ઞ અને પિતૃ યજ્ઞ તથા મહાપ્રસાદ યોજાશે.