મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા 30 મોટા રૂમ તથા ૬ કોમન હોલ સાથે ત્રણ માળનું પાર્કિંગ સુવિધા યુક્ત 'રેન બસેરા' ભવન રૂપિયા 4 .75 કરોડના ખર્ચે બનાવેલ છે. આ ભવન માં બહાર ગામના લોકોને ઉતરવા રહેવા માટેની સુવિધા મળશે. આ'રેન બસેરા' ભવનને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા દ્વારા વિધિવત ખુલુ મૂકવામાં આવેલ છે.