અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાના મો મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી મોરબી : પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું પેકેજ જાહેર થતા પોલીસ બેડામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આજે મોરબી ખાતે એસપી અને ડીવાઈએસપી સાહિતમાં અધિકારીઓએ પોલીસ કર્મચારીઓના મો મીઠા કરાવીને આ જાહેરાત બદલ ખુશી વ્યક્ત કરી હતી. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ સરકાર દ્વારા સમિતિની રચના કરાય હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરાયું છે. જેને પગલે આજે એ ડિવિઝન ખાતે એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પઠાણ, એ ડિવિઝન પીઆઇ એમ.પી. પંડ્યા, એલસીબી પીઆઇ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગ દ્વારા આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો અને એક બીજાના મો મીઠા કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.