મોરબી : નવજીવન ટ્રસ્ટ ચાઈલ્ડ લાઈન 1098 ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાયો હતો.લોકોને આઝાદી અંગે સમજ આપી સંદેશો આપવામાં આવ્યો હતો.અને વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. નવજીવન ટ્રસ્ટ ચાઈલ્ડ લાઈન 1098 ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરેલ હતું.જેમાં લોકોને આઝાદીનું મહત્વ સમજાવવામાં આવેલ હતું. તેમજ આવેલ અતીથી દ્વારા લોકોને આઝાદી અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમ અંતર્ગત ચિત્રકલા, વકૃત્વ, ગરબા જેવી અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિજેતા થયેલ બાળકોને ઈનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાઈલ્ડ લાઈનના કો - ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા અને તેમની ટીમ સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સીપાલ ફાધર જોન્સન મિશનરી ઓફ ચેરિટી સુરેશભાઈસખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફતેમજ નવજીવન ટ્રસ્ટ દીપ્તિ હેલ્થ સેન્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો.