મોરબી : મોરબી તાલુકાના આમરણમાં પાણીના ધંધામાં હરીફાઈને કારણે એક ધંધાર્થીને બીજા બે ધંધાર્થીઓએ લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકામાં આમરણ ગામે ડાયમંડ નગરમાં ખીજડાવાળી શેરીમાં રહેતા મહેશભાઈ મનસુખભાઇ બોડાને પાણીના ધંધાના ખારમાં હરીફ ધંધાર્થી કાસમભાઈ નજુભાઈ તૈલી અને ભોલો નજુભાઈ તૈલી નામના વ્યક્તિઓએ ગાળો આપી ઢીકા પાટુનો માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે મહેશભાઈની ફરિયાદને આધારે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.