મોરબી : સર્વોપરી શૈક્ષણિક સંકુલ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજવામાં આવી હતી. તેની સાથે જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. સર્વોપરી સંકુલ દ્વારા નવા સાદુળકા ગામમાં તિરંગા રેલી કાઢી લોકોને હર ઘર તિરંગા લહેરાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ રેલીની શરૂઆત શાળાના સંચાલકો, સ્ટાફમિત્ર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતી. આ સાથે જન્માષ્ટમી મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો.