હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે લમ્પી ગ્રસ્ત ગૌ માતાના લાભાર્થે ગૌ પ્રેમી યુવાનો દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. લમ્પી વાયરસથી પીડિત ગૌમાતા ના લાભાર્થે જુના દેવળીયા ગામે આગામી તારીખ 16/8/2022 ને મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે જુના દેવળીયા ગામમાં આવેલ આનંદ ચોક(અંબાજી માતાજીના ચોક)માં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકાર તરીકે બાબુભાઈ આહીર અને લોકસાહિત્યકાર રવિન્દ્રભાઈ સોલંકી સહિતના કલાકારો હાજરી આપશે આ કાર્યક્રમમાં દરેક ગૌ પ્રેમીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.