મોરબીઃ સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકના ઘર પર, બિલ્ડિંગ પર, તિરંગો લહેરાવવા માટે આહવાન કર્યું છે. ત્યારે મોરબીમાં એક જ દિવસના નવજાત બાળકના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશની આન-બાન-શાન એવો તિરંગો સર્વત્ર લહેરાય તે માટે દેશભરમાં આ અભિયાનને વેગવંતુ બનાવાયું છે. ત્યારે મોરબીની ભાડેસીયા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં એક દિવસ પહેલાં જન્મેલા એટલે કે એક દિવસના નવજાત બાળકના હાથમાં તિરંગો આપવામાં આવ્યો હતો. આ બાળકે પોતાની મુઠ્ઠીથી તિરંગાને એકદમ સીધો પકડી રાખ્યો હતો.