મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર નિલકમલ સોસાયટીમાં રહેતી રવીનાબેન દીલીપભાઇ પરમાર ઉ.21 નામની યુવતી ગત તા.25ના રોજ ઘેરથી લાતીપ્લોટમાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બનતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી છે.