ક્રિષ્ના ગ્રુપનું આયોજન : ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે મોરબી : શ્રાવણ માસ દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન ભોળાનાથના તીર્થધામોના આબેહૂબ દર્શનની અનુભૂતિ એ પણ બરફની શિવલિંગ અને બરફની આસરે ૭૦ ફુટ પહોળી પ્રદક્ષિણાના દર્શન કરાવા માટેનું અદ્ભુત, અલૌકિક, નયનરમ્ય, આયોજન મોરબી શહેરમાં માધાપર વિસ્તારમાં ક્રિષ્ના ગ્રૂપ-માધાપર, મોરબી,દ્વારા કરવામાં આવી રહ્યું હતું, પરંતુ થોડા સમયથી આવી પડેલ કોરોના જેવી ભયંકર મહામારીના કારણે આ ભાગીરથી ભવ્યાતિભવ્ય બરફની શિવલિંગ અને બરફની પ્રદક્ષિણાના દર્શનનું આયોજન સ્થગીત રાખેલ હતું, પરંતુ આ વર્ષે સરકાર દ્વારા તમામ ધાર્મિક આયોજનો કરવાની છૂટ આપતા, ભગવાન ભોળાનાથના શ્રાવણ માસના ત્રીજા સોમવારે, તેમજ ભારત દેશ આઝાદ થયાના ૭૫ માં વર્ષે અને ૧૫ મી ઓગસ્ટના ત્રિવેણી સંગમ અનુક્રમે ક્રિષ્ના ગ્રૂપ-માધાપરના એજ જોશ જુસ્સો અને ઉમંગ સાથે અમે માધાપર રામજી મંદિર ચોકમાં ભગવાન ભોળાનાથના તીર્થધામોનું એક તીર્થધામ કેદારનાથની આબેહૂબ શિવલિંગ તેમજ ૭૦ ફુટ પહોળી બરફની પ્રદક્ષિણાનું ભવ્યાતિભવ્ય આયોજન કરેલ છે તો મોરબીની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો લેવા તા. 15ને સોમવાર, સમય સવારે 8 વાગ્યા થી રાત્રીના 8 વાગ્યા સુધી માધાપર રામજી મંદિર ચોક, મોરબી ખાતે પધારવા માટે ક્રિષ્ના ગ્રૂપ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. વધુમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તેમજ આપણો દેશ આઝાદ થયાના 75 વર્ષ નિમિત્તે સવારે 7-30 કલાકે માધાપર રામજી મંદિર ચોકમાં ધ્વજ વંદન કાર્યક્રમનું પણ આયોજન કરેલ હોય તો માધાપર તેમજ મોરબીની દેશપ્રેમી જનતાને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થવા ક્રિષ્ના ગ્રુપ આમંત્રિત કરે છે.