સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી તમામ મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ નજીક પોતાની કેબિને જઈ રહેલા વૃદ્ધને નિશાન બનાવી રૂપિયા પોણા બે લાખની ચિલ ઝડપ કરવાના કેસમાં સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી એક કિશોર સહિત ત્રણ આરોપીઓને દબોચી લઈ તમામ રોકડ રકમ કબ્જે કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.8 ના રોજ મોરબી કુબેર ટોકીઝ પાસે વહેલી સવારમા ચા પાણીની કેબિનની સાથે મની ટ્રાન્સફરનો ધંધો કરતા દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયા ઉ.68 નામના વૃદ્ધ પોતાના ઘેરથી રૂપિયા 1.75 લાખ રોકડા થેલીમાં લઈને જતા હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ થેલી ઝુંટવી ભાગી ગયો હતો. આ બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સપેકટર પી.એ.દેકાવાડીયા અને તેમની ટીમે બનાવની ગંભીરતા ધ્યાને લઇ ટેક્નિકલ અને હ્યુમન સોર્સને કામે લગાડી ગણતરીની કલાકોમાં જ શકમંદ સાગરભાઇ રાજેશભાઇ અગેચણીયા, ઉ.૨૪ રહે. મોરબી કુબેર ટોકીઝની પાછળ ધાર ઉપર તા.જી.મોરબી અને શંકરભાઇ ભરતભાઇ ઉપસરીયા, ઉ.18 રહે. ગામ, નવા ધરમપુર તા.જી.મોરબી વાળાને ઉપાડી લઈ સઘન પુછપરછ કરતા બન્ને આરોપીઓએ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ હતી. આ ઉપરાંત આ ચિલઝડપના બનાવમાં એક બાળ કિશોર સંડોવાયેલ હોવાની પણ કબૂલાત આપતા બન્ને આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 1.75 લાખ કબ્જે લઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ડીટેઇન કરી આગળની કાર્યવાહી કરેલ છે.