મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા અને રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબદ્ધતાને મૂર્ત સ્વરૂપ આપવા જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.13 ઓગસ્ટને શનિવારના રોજ સવારે 10 વાગ્યે હળવદની સરા ચોકડી ખાતે, તા. 14 ઓગસ્ટને રવિવારના રોજ સવારે 10 વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ ખાતે તેમજ તા.15ને સોમવારના રોજ સાંજે 5 વાગ્યે વાંકાનેરના પુલ દરવાજા ખાતે પરેડ યોજવામાં આવનાર છે. જેમાં પધારવા જાહેર જનતાને જિલ્લા પોલીસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.