મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર મચ્છોનગર નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આઠ ઈસમોને રોકડા રૂપિયા 50,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના રફાળેશ્વર મચ્છોનગર નજીક તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સોનાટા કારખાના સામે જાહેર જગ્યામાં જુગાર રમી રહેલા બળદેવભાઇ વજાભાઇ ધરજીયા, સમીરભાઇ લતીફભાઇ ભટ્ટી, ભરતભાઇ લાભુભાઇ સાકલપરા, દિનેશભાઇ કરશનભાઇ મકવાણા, સંજયભાઇ રણછોડભાઇ સરૈયા, વાઘજીભાઇ જેરામભાઇ સુંડાણી, લાભાભાઇ રૂડાભાઇ સરૈયા અને ભરતભાઇ મુળજીભાઇ ભોયાને રોકડા રૂપિયા 50,700 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ ઇન્ચાર્જ તાલુકા પીઆઇ પી.એ.દેકેવડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સટેબલ દીનેશભાઈ હનાભાઈ બાવળીયા, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રાજાભાઈ મુંધવા, જયદીપભાઈ હર્ષદભાઈ પટેલ, કેતનભાઈ જીવણભાઈ અજાણા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ફતેસિંહ ધીરૂભા પરમાર તથા પંકજભા પ્રવિણભા ગુઢડા દ્વારા કરવામાં આવેલ હતી.