મોરબી : આજરોજ ક્રાંતિકારી સેના દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કારણ કે સંદીપસિંહ ઝાલાએ મોરબી આવી પહેલા જ દિવસે જે 2 વર્ષથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું કાર્ય કોઈ વ્યક્તિ દ્વારા અટકાવવામાં આવ્યું હતું તેની મંજૂરી આપી કાર્ય પૂર્ણ કરાવ્યું અને 108 ફૂટનો રાષ્ટ્રધ્વજ મોરબીને આપ્યો તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.