ભાજપ આયોજિત રેલીમાં સાંસદ, રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ટંકારા : હર ઘર તિરંગા યાત્રા હેઠળ આવતીકાલે વિરપર ગામેથી તિરંગા યાત્રા નીકળશે જે ટંકારાના 21 ગામેથી પસાર થઈ હરબટીયાળી ગામે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂને હારતોરા કરી યાત્રા પુર્ણ કરાશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ધર તિરંગાને સાર્થક કરવા આવતીકાલે તા.12 ઓગસ્ટ ને શુક્રવારે સવારે 8 વાગ્યે વિરપર ગામે ટંકારા તાલુકા ભાજપ દ્વારા રેલી યોજાશે. સાંસદ મોહન કુડારીયા રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.પક્ષ પ્રમુખ કિરીટ અંદરપાના અધ્યક્ષ સ્થાને 75 બાઈક અને 51 મોટર કાર 21 ગામોમાં જશે. ગામો ગામ યાત્રાનું સ્વાગત થશે. આ તિરંગા યાત્રા વિરપર ખાતેથી સવારે 8 વાગ્યે પ્રસ્થાન થશે અને લજાઈ, નસીતપર, રામપર, નાનાખીજડીયા, મોટાખીજડીયા, ટંકારા, જબલપુર, કલ્યાણપર, હિરાપર, સરાયા, નેસડા (સુ), દેવળીયા, બંગાવડી, ઓટાળા, જોધપર ઝાલા, રોહિશાળા, નેકનામ, હમીરપર, મિતાણા થી દોઠ વાગ્યે હરબટીયાળી ખાતે સ્થિત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂને હારતોળા કરી પુર્ણ કરાશે.