મોરબી : નવરંગ નેચર ક્લબ દ્વારા આગામી તારીખ 14/8/2022 ને રવિવારે સવારે 8:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી મોરબી શહેરના ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે વિવિધ જાતના રોપા, બિયારણો તેમજ ઉપયોગી વિવિધ વસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. નવરંગ નેચર ક્લબ દ્વારા મોરબીમાં હાથે ખાંડેલા દેશી ઓસડિયા, જીવંતિકા (ખરખોડી) પાવડર, અળસિયાનું ખાતર, કોકોપીટનું ખાતર, શુદ્ધ મધ, માટીના કુંડા, તાવડી, રસોડામાં ઉપયોગી લાકડાની વિવિધ ચીજ વસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, શાકભાજીના બિયારણો, વિવિધ જાતના ફૂલછોડ, કદમ, ફાલસાના રોપાનું રાહત વિતરણ કરવામાં આવશે. વધુ વિગત માટે વી.ડી.બાલા 94275 63898 નો સંપર્ક કરવો.