અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલા દ્વારા ગ્રામજનો અને શાળા વિદ્યાર્થીઓમાં દેશભાવના પ્રબળ બને તેવા હેતુ સાથે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના સહકારથી તિરંગા યાત્રા યોજાઈ હતી. અદેપર ગામની શેરીઓમાં આ તિરંગા યાત્રા ફરી હતી. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના નારાથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. સાથે જ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા દરેક ઘરે વિનામૂલ્યે તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.