200 કરોડના બિનહિસાબી દસ્તાવેજો, રોકડ, જ્વેલરી જપ્ત કરાયા મોરબી : મોરબીની કયુટોન સિરામિક કંપની પર આવકવેરા વિભાગના દરોડોમાં અનેક પ્રકારની બેનામી હિસાબો સામે આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને આ જાણીતી પેઢી બોગસ બિલીંગ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની શંકા ઉઠતા આઇટી વિભાગે તપાસ તેજ કરીને સમગ્ર હિસાબી સાહિતનીની ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અનિલ કપૂરને ચૂકવેલ રકમનો પણ હિસાબ માંગવામાં આવ્યો છે અને 200 કરોડના દસ્તાવેજો, રોકડ, જ્વેલરી જપ્ત કરી હજુ આઇટીની તપાસ ચાલુ રહેતા આ જાણીતી પેઢીમાં હજુ કરોડોનું બિન હિસાબી સાહિત્ય બહાર આવે તેવી શકયતા છે. કયુટોન સિરામિક ગ્રુપની અલગ અલગ બ્રાંચ ઓફીસ અને ડીસ્ટ્રીબ્યુટરને ત્યાં ઇન્કમટેક્ષની ચોરી સાથે જીએસટીની ચોરીની વિગતો પણ બહાર આવી છે મોરબી ખાતે કંપનીના ઇનવોઇસ બીલ અસાધારણ માત્રામાં ઝડપાતા અધિકારીઓ પણ ચોકી ગયા હતા આ ઉપરાંત કંપનીએ પોતાના બ્રાંડ એમ્બેસેડર તરીકે ફિલ્મ સ્ટાર અનીલ કપૂરને રાખ્યા હોય અને તેને પણ કરોડોની રકમ ચૂકવી હોય આથી આ દિશામાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે કયુટોન સિરામિક ગ્રુપના અમદાવાદ, મોરબી, રાજકોટ, રાયપુર, ચંડીગઢ, વડોદરા સહીત શહેરો ઉપરાંત 25 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી ચાલી રહી હોય 24 કલાકમાં જ 200 કરોડના બિનહિસાબી દસ્તાવેજો, રોકડ અને જ્વેલરી સહિતનું સાહિત્ય મળતા તે કબ્જે કરવામાં આવેલ છે અને આ પેઢી બોગસ બિલીગ કૌભાંડ ચાલવતી આઇટીને શંકા જાગી છે. બોગસ બિલીગ કૌભાંડનો શંકાએ તપાસ માટે આઇટી દ્વારા જીએસટીને પણ જાણ કરવામાં આવી છે.આ કંપની દ્વારા જાહેરાત માટે બ્રાંડ એમ્બેસેડર સ્ટારને મોટી રકમ ચૂકવાઈ હોવાની શક્યતા હોય પણ ચોપડે ઓછી રકમ દેખાડી હોવાની પણ શંકા જતા આ કંપનીએ કેટલી રકમ ચૂકવી તેનો તાગ મેળવવા ફિલ્મ સ્ટાફ અનીલ કપૂર પાસેથી પણ વિગતો મેળવાશે તેવું જાણવા મળ્યું છે. આ કંપનીનું 400 કરોડ જેટલું ટર્નઓવર હોય પરંતુ પબ્લિક ઇસ્યુ લાવવાની ગણતરી હોવાથી બ્રાન્ડીંગમાં મોટો ખર્ચ કરી પ્રોફ્ટિ વધારો વધાવવા કંપની દ્વારા ખોટા બીલો રજુ કરાયા હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગની સામે હાલ હિસાબી ગોટાળા સામે આવતા લાંબી તપાસના અંતે કંપનીનું ભોપાળુ છતું થતા દરોડાની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.