મોરબી : દેવભૂમિ દ્વારકા ખાતે દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 1. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ માં 13.08.2022 થી 21.08.2022 સુધી ભાવનગર-ઓખા વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. 2. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ માં 14.08.2022 થી 22.08.2022 સુધી ઓખા-ભાવનગર વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. 3. ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા સ્પેશિયલ માં 13.08.2022 થી 21.08.2022 સુધી રાજકોટ-ઓખા વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. 4. ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલ માં 14.08.2022 થી 22.08.2022 સુધી ઓખા-રાજકોટ વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.