મોરબી : ગાયના ગોબરમાંથી શિશુ મંદિરના વિદ્યાર્થી ભાઈ બહેનોએ રાખડી બનાવી હતી.ગાયના ગોબર સાથે તુલસીના માંજર નાખવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓ દ્વારા રાખડીને જુદા જુદા આકાર આપવામાં આવ્યા હતા. શિશુ મંદિરના વિદ્યાર્થી ભાઈ બહેનોએ રાખડી બનાવવાનું આયોજન કરેલું હતું.આ રાખડી ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી હતી.ગાયના ગોબરને સુકવીને તેનો પાવડર બનાવી તેમાં સુકાઈ ગયેલા તુલસીના માંજર નાખી અને તેનો લોટ બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આજુબાજુ રહેલા વિવિધ આકારો જેવા કે સંચાનો ચોરસ બોક્સ ઇરેઝરનું ત્રિકોણીય બોક્સ ચમચીનો ઉપયોગ કરી તેને આકાર આપવામાં આવ્યો હતો.સુકાઈ ગયા બાદ તેના પર ફેબ્રિક કલરથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું અને વિવિધ પ્રકારનું સુશોભન કરવામાં આવ્યું હતું. વિવિધ રંગના ચોખાનો ઉપયોગ કરી આ રાખડીને શણગારવામાં આવી હતી. રાખડીની દોરી પણ ઉનની બનાવેલી હતી.આ રાખડી તુલસીના ક્યારામાં અથવા તો આજુબાજુના ક્યારામાં પધરાવતા તુલસીનો છોડ અંકુરિત થશે. આ રાખડી બાળકોએ પોતાની જાતે બનાવી હોવાથી તેમાં પોતાની આવડત મુજબ તૈયાર કરી હતી.બાળકોમાં પર્યાવરણ તથા ગાય વિશે જાગૃતતા આવે તે માટે કક્ષા 5ના આચાર્યો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.