મોરબી : હર ઘર તિરંગા યાત્રા સમિતિ મોરબી દ્વારા આવતીકાલે શુક્રવારે તિરંગા યાત્રા નીકળશે. હર ઘર તિરંગા યાત્રા સમિતિ મોરબી દ્વારા આવતીકાલે તા.૧૨ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે સ્વામીનારાયણ મંદીરથી પ્રસ્થાન કરી જીલ્લા ભાજપ કાર્યાલય સરદારબાગ,રામચોક, ગાંધીચોક,ચકિયા હનુમાન,એચ.ડી.એફ.સી.બેંક ચોક, નિલકંઠ વિદ્યાલય,પટેલ પાન,મહાવિર સોસાયટી,સરદાર પટેલ પ્રતિમા એ પુર્ણ થશે. આ ત્રિરંગા યાત્રામાં લોકોને જોડાવવા મોરબી જિલ્લા ભાજપ દ્વારા અપીલ કરાઈ છે.