મોરબીઃ શ્રાવણ માસમાં દાન-પૂણ્યનું મહત્વ વધુ હોય છે ત્યારે મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા દર્દીઓ અને વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો દ્વારા વેજલપર ગામના અને સામાન્ય પરિસ્થિતિ ધરાવતા કેન્સર પીડિત યુવકને દવા, સારવાર માટે રોકડ રકમ અને અનાજની કીટ આપવામાં આવી હતી. સાથે જ બે વિધવા બહેનોને પણ અનાજની કીટ આપવામાં આવી હતી. આમ જરૂરિયાતમંદ પરિવારના સભ્યોને અનાજ કીટનું વિતરણ ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ ટી.સી. ફુલતરિયા, સભ્યો ભીખાભાઈ લોરિયા અને ઓધવજીભાઈ ભાડજા દ્વારા કરવામાં આવ્યું હતું.