મોરબી : મોરબી જિલ્લામાં આજે ગુરુવારે કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 99 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 234 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરના 0, મોરબી ગ્રામ્યના 2, હળવદ ગ્રામ્યના 2, ટંકારા ગ્રામ્યના 1 અને માળિયા ગ્રામ્યના 0 મળી 5 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 7 અને ટંકારાના 4, હળવદ અને માળીયાના 1 - 1 મળી કુલ 13 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટી 99 થઈ ગયા છે.