મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. માળિયા(મી.) : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે ભાઈચારાની ભાવના સાથે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નિમિતે તાજીયાનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા માતમના પર્વ અન્વયે ગઈકાલે યા હુસેનના નારા સાથે તાજીયાનું ઝુલુસ યોજવામાં આવ્યું હતું. નાના એવા વવાણીયા ગામમા તાજીયા ઝુલુસ દરમિયાન હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા ભાઈચારોના દર્શન કરાવાયા હતા.