મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. મોરબી : ભારતીય રાષ્ટ્રધ્વજનો ઉપયોગ/પ્રદર્શન તેમજ રાષ્ટ્રધ્વજને ફરકાવવું એ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદો, ૧૯૭૧ અને ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ દ્વારા નિયમન થાય છે. જેની માહિતી ગૃહ મંત્રાલયની વેબસાઈટ http://www.mha.gov.in પર આપેલ છે. સક્ષમ સત્તાધિકારીની મંજૂરીથી, ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ના ભાગ-૨ ના ફકરા ૨.૨ના કલમ (xi) માં સુધારો કરવામાં આવ્યો છે. જે સુધારા મુજબ જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે અથવા જાહેર સભ્ય/વ્યક્તિના ઘર પર પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે તેમજ દિવસ તથા રાત દરમિયાન પણ ફરકાવી શકાશે તેવું નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા જણાવાયું છે.