મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. સોશિયલ મીડિયા ઉપર અધિકૃત #HARGHARTIRANGAનો ઉપયોગ કરવા અપીલ મોરબી : ભારત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવનાર છે જે અંગે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા http://WWW.HARGHARTIRANGA.COM નામની વેબસાઈટનું નિર્માણ કરવામાં આવેલ છે. જેથી મોરબી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો રાષ્ટ્રધ્વજ સાથે પોતાની સેલ્ફી આ વેબસાઈટ ઉપર અપલોડ કરે અને આ અભિયાનને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવો અનુરોધ કરાયો છે. આ વેબસાઈટ અને સોશિયલ મીડિયા ઉપર પણ અધિકૃત #HARGHARTIRANGA નો ઉપયોગ કરવા અંગે નાગરિકોને જાગૃત બની આ અભિયાનમાં સહભાગી બનવા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે.