મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. મોરબી : ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે આયોજિત કર્યક્રમમાં ભાગ લેવા જનારા યુવાનો માટે મોરબી ગરબી મંડળ ગ્રાઉન્ડ ખાતે તલવારબાજીની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આગામી તારીખ 18 ઓગસ્ટના રોજ ભૂચરમોરી શહીદ સ્મારક ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 5000 રાજપુત યુવાનો તલવારબાજી કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને આ અંગેનો વિશ્વ રેકોર્ડ રચાશે. ત્યારે મોરબી ખાતે યુવાનોને તલવારબાજીની તાલીમ આપવાનો કાર્યક્રમ ગરબી મંડળ ગ્રાઉન્ડ મોરબી-2 ખાતે યોજવામાં આવ્યો હતો.