મોરબી : મોરબી પાલિકા દ્વારા આજદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રક્ષાબંધને મહિલાઓને ભેટ સ્વરૂપે ફ્રી મુસાફરીની ગિફ્ટ આપી છે. નગર પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહએ જણાવ્યું હતું કે ગુરુવારે રક્ષાબંધન પર્વ નિમિતે બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી કરવવામાં આવશે. મોરબીના બહેનો રક્ષાબંધને બહેનો ભાઈઓને રાખડી બાંધવા કે ખરીદી કરવા બજારમાં આવે તો તેઓ રક્ષાબંધનના દિવસે આખો દિવસ સીટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે.