મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. ટંકારા : મોરબી જિલ્લાનો વન મહોત્સવ આગામી તારીખ 12 ઓગસ્ટના રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામે યોજાનાર છે. રાજ્ય સરકારના મંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 12 ઓગસ્ટને શુક્રવારના રોજ સવારે 9 કલાકે ટંકારા તાલુકાના લજાઈ ગામે માનવ મંદિર ખાતે મોરબી જિલ્લાના 73મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, પુનમબેન માડમ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય મહમદ જાવેદ પીરજાદા, લલિતભાઈ કગથરા, પરસોત્તમભાઈ સાબરીયા, વરિષ્ઠ વન અધિકારી આર.આર.ચૌધરી, નાયબ વન સંરક્ષક વિશેષ હાજરી આપશે.