એલ.ઈ.કોલેજ,જીમખાના સમિતિ અને NSS દ્વારા કરાયું હતું આયોજન મોરબી :એલ.ઈ.કોલેજ,જીમખના સમિતિ અને NSS દ્વારા હર ઘર તિરંગા હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના વિષય સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન આધારિત હતા. એલ.ઈ.કોલેજ(ડિપ્લોમા),મોરબી ખાતે સંસ્થાની જીમખાના સમિતિ અને NSSના નેજા હેઠળ તા.૮ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ હતું. વિધાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવવા,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરેલા સંઘર્ષથી તેમને વાકેફ કરાવવા અને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનું આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ હતા. સંસ્થાના વિદ્યાર્થીઓ માટે 75 વર્ષ આઝાદીના,આઝાદીની ચળવળો, દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વગેરે જેવા વિષયો પર Essay Writing તેમજ પોસ્ટર મેકિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં આ કાર્યક્રમમાં સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો.