સવારના ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી વીજપ્રવાહ બંધ રહેશે મોરબી : મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે સવારના ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આવતીકાલે તા.૧૦ના બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે ૦૮:૦૦ વાગ્યા થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવુ લાઈનકામની કામગીરી માટે બંધ રહેશે. જેમાં હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૩ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.