મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા માત્ર 3 જ કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 95 થયા છે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 250 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 2,અને હળવદ ગ્રામ્યમાં 1,મળી કુલ 3 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 12, વાંકાનેરના 1, હળવદના 2, ટંકારાના 4 મળી કુલ 19 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 95 થઈ ગયા છે.