વિજેતાઓને રોકડ પુરસ્કાર અપાયા મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત હર ઘર તિરંગા ઉજવણીના ભાગ રૂપે SVS-ટંકારા કક્ષાના હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.તેમજ ભારતીય વિકાસ પરિષદ દ્વારા પણ જિલ્લા કક્ષાની સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત હર ઘર તિરંગા ઉજવણીના ભાગ રૂપે SVS-ટંકારા કક્ષાના કલાઉત્સવમાં ગાયન,વાદન,ચિત્રસ્પર્ધા,બાળકવિ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ગાયન સ્પર્ધા બાવરવા શ્યામ એસ દ્વિતીય ક્રમાંકે,વાદન સ્પર્ધામાં ભુવા સાવન આર.પ્રથમ ક્રમાંકે,ચિત્રસ્પર્ધામાં ચબાડ ક્રિષ્મા પી.પ્રથમ ક્રમાંકે,કાવ્યલેખન સ્પર્ધામાં પૈજા રાજન અને બોપલીયા સ્મિથ પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતુ.જેમાં પ્રથમ નંબરના વિજેતાઓને રૂ.500,દ્વિતીય નંબરના વિજેતાઓને રૂ.300 અને તૃતીય નંબરના વિજેતાઓને રૂ.200 આપવામાં આવ્યા હતા. ભારતીય વિકાસ પરિષદ દ્વારા આયોજિત મોરબી જિલ્લા કક્ષાની સમૂહગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું.વિદ્યાર્થીઓના સહાયક શિક્ષક તરીકે પૈજા તુષાર, મુનિરભાઈ વાલેરા તથા તુષારભાઈ ત્રિવેદી હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..