હળવદ : તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્ને સરકાર સામે લડત ચલાવવા છેલ્લા થોડા દિવસોથી બેમૂદતી હડતાલ ઉપર ઉતરી ગયા છે. આથી પડતર પ્રશ્ને ચાલતી તલાટીઓની લડતને હળવદ સરપંચ એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. હળવદ સહિત મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને સરકાર સામે બાયો ચડાવી છે અને તમામ તલાટી મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. તલાટીઓ રીતે કામગીરી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગ બુલંદ બનાવી રહ્યા છે. પણ હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. તેથી તલાટીઓની લડતને વધુ વેગવતી બનાવવા અને સરકાર તેમના પડતર પ્રશ્ને ન્યાય આપે તે માટે તલાટીઓની લડતને હળવદ સરપંચ એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..