19,700 ની રોકડ જપ્ત કરતી હળવદ પોલીસ હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે જાહેરમાં જુગાર રમતા શખ્સો પર હળવદ પોલીસ ત્રાટકી હતી.પોલીસે જુગારના પટમાંથી આઠ જુગારીઓને રૂપિયા 19,700 ની રોકડ સાથે ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની હળવદ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો મુજબ હાલ શ્રાવણ માસ ચાલુ હોય ત્યારે જુગારીઓ પણ પટમાં આવ્યા હોય તેવી રીતના રોજબરોજ પોલીસના હાથે જુગાર રમતા ઝડપાઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક રેડ હળવદ પોલીસે ભલગામડા ગામે કરી છે. અહીં ગામમાં જાહેરમાં જુગાર રમતા દીપકભાઈ કોળી, ધીરજભાઈ કોળી,જાદવભાઈ કોળી,જગદીશભાઈ ભરવાડ, કિશનભાઇ દેવીપુજક, ઇન્દ્રજીતસિંહ રાજપુત, પરસોતમભાઈ દલવાડી,હરિભાઈ પટેલ શહિત 8 શખ્સોને ઝડપી લીધા હતા ઝડપાયેલ સખ્સોને હળવદ પોલીસ મથકે લઈ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી પટેલ,ચેતનભાઇ કડવાતર,રવિરાજસિંહ ઝાલા, મયુરભાઈ ધ્રાંગશા,શક્તિસિંહ પરમાર,હરવિજયસિંહ ઝાલા, પંકજભાઈ પીપરીયા, રણજીતસિંહ રાઠોડ સહિતનાઓ રોકાયા હતા.