મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 111 થયા છે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 567 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 11, મોરબી શહેરમાં 5, વાંકાનેર શહેરમાં 1, હળવદ શહેરમાં 1, ટંકારા ગ્રામ્યમાં 4 મળી કુલ 22 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 7, હળવદના 3, ટંકારાના 2 મળી કુલ 12 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 111 થઈ ગયા છે.