સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં પણ ભાજપના સદસ્યોએ વિરુદ્ધમાં મતદાન કરતા કોંગ્રેસના સદસ્યોએ આક્ષેપોની ઝંડી વરસાવી બાંધકામ સમિતિના ચેરેમને વિપક્ષ સર્વે કરી આપ્યા બાદ મૃત્યુ પામેલા એક પશુ દીઠ 1 હજાર પોતાના તરફથી ચુકવવાની જાહેરાત કરી મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે યોજાયેલી સામાન્ય સભામાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે લમ્પી વાયરસમાં મૃત્યુ પામેલ પશુધન માટે સહાય જાહેર કરવા માટે તડાફડી બોલી ગઈ હતી.જેમાં ભાજપ સરકારે લમ્પી વાયરસમાં મૃત્યુ પામેલ પશુધન માટે સહાય જાહેર ન કરી હોવાથી આ અંગેનો ઠરાવ કરીને સરકારને પહોંચાડવાનું કોંગ્રેસ કહેતા થયેલા ઠરાવમાં ભાજપના સદસ્યોએ વિરુદ્ધમાં મતદાન કરતા થરાવ ન થવાથી કોંગ્રેસના સદસ્યો ભાજપ ઉપર આગની જેમ વરસી પડયા હતા. શાસક પક્ષને કારણે પશુઓને સહાય ચૂકવવા મામલેનો ઠરાવ ના મંજૂર થતા વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણીએ ભાજપ સરકાર ગાયને માતા તરીકે પૂજનીય ગણી પણ ગાયોને બચાવવાની વાતમાં જરાય રસ ન દાખવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સામાપક્ષે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ લમ્પી વાયરસની સહાય મામલે કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર કર્યો હતો કે, કોંગ્રેસ પહેલા આ રોગથી કુલ કેટલા પશુઓ મર્યા તેનો સર્વે કરી સાચો આંક રજૂ કરી પછી તેઓએ પોતાના તરફથી મૃતક એક પશુ દીઠ 1 હજાર ચૂકવવાનું જાહેર કર્યું હતું. શાસક પક્ષ ભાજપે કોંગ્રેસ ઉપર મીડિયાની સામે જ ખોટો દેખાવ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.જેમાં કૃષિમંત્રી સમક્ષ રજૂઆત માટે બોલાવ્યા છતાં કોંગ્રેસના એકપણ નેતા દેખાયા ન હતા. શાસક પક્ષ તરફથી બહુમતીના જોરે 15 એજન્ડા મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં 15માં નાણાંપંચના વિવિધ કામો રૂ.2.87 કરોડના ખર્ચે, ચાર કરોડથી વધુ સ્વંભંડોળને સૈદ્ધાંતિક મંજૂરી, રૂ.2.97 કરોડના ખર્ચે રેતી રોયલ્ટીની વહીવટી મંજૂરી, સ્વંભંડોળ વહીવટી મુદાને જાહેર કરાયા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..