અમરનાથ યાત્રાના પોતાના અનુભવો વર્ણવતા મોરબીના લેખક પરેશ દલસાણિયા દંતકથા અનુસાર મા પાર્વતીને અમરત્વ અને બ્રહ્માંડના રહસ્યોનું જ્ઞાન આપવા ભોળાનાથે અમરનાથની ગુફા (ઉંચાઈ13600 ફૂટ) પસંદ કરી અમ૨નાથયાત્રા જેટલી કપરી છે એટલી જ આકર્ષક પણ છે, ભારતમાં ભાગ્યે જ કોઈ એવો હિંદુ શ્રદ્ધાળુ હશે જેને અમરનાથની યાત્રા કરવાની ભાવના નહિ હોય. આ લેખમાં લેખકે અમ૨નાથયાત્રાના પોતાના અનુભવો તો વર્ણવ્યા છે પરંતુ એથીય મહત્ત્વની વાત તો એ છે કે લેખક અહીં જે લોકોને આ યાત્રા કરવાનું બાકી છે એમને માટે જરૂરી પૂર્વતૈયારી અને કાળજી અંગે સ૨ળતાથી વાત કરી છે. આમ, આ લેખ અમ૨નાથયાત્રાના ભોમિયાની ગ૨જ સારે છે. કશ્યપ ઋષિની ભૂમિ કાશ્મીરમાં આવેલી અમરનાથની યાત્રા એ હિન્દુ ધર્મની સૌથી કઠન પરંતુ મહત્ત્વની તીર્થયાત્રા ગણાય છે. શિવભુક્તિ, સાહસ અને સૌંદર્યનો સરવાળો એટલે અમરનાથયાત્રા. દંતકથા અનુસા૨ માં પાર્વતીજીએ ભગવાન શિવને અમ૨ત્વ અને બ્રહ્માંડના ૨હસ્યોનું જ્ઞાન આપવા આગ્રહ કર્યો. મા પાર્વતીજી સિવાય અન્ય કોઈ જીવ આ કથા સાંભળી ન જાય એ માટે ભોળાનાથે આ ૨હસ્યો કહેવા અમ૨નાથની ગુફા (ઊંચાઈ ૧૩, 900 ફુટ) પસંદ કરી. કોઈ જીવ ગુફા ત૨ફ આવે નહિ એ માટે ચોકી ક૨વા મહાદેવે પોતાના નંદીને પહેલગાંવ, ચંદ્રને ચંદનવાડી, નાગને શેષનાગ અને ગંગાને પંચતારિણી પ૨ ચોકીદારી ક૨વા રાખ્યાં.ગુફા ફરતે આગ લગાડી દીધી કે જેથી જીવજંતુ નાશ પામે, પરંતુ ગુફાની અંદ૨ બખોલમાં બે કબૂત૨ હતાં, જે આ કથા સાંભળી ગયાં. અમરત્વની કથા સાંભળવાથી એ બંકો કબૂત૨ પણ અમર થઈ ગયાં. આજે પણ યાત્રીઓને આ બંન્ને કબૂતર અચૂક જોવા મળે છે. અમે પણ સતત વીસ મિનિટ સુધી આ કબૂતરોને ઊડતાં અને બેઠેલાં જોયાં.સામાન્ય રીતે ગુફાથી ૧૫ - ૨૦ કિમી સુધી કોઈ પંખી જોવા ન મળે, ૩થી ૫સે. તાપમાન હોય, ૧૩૫૦૦ ફૂટની ઊંચાઈએ કબૂત૨ હોય એનો ઉત્ત૨ કદાચ વિજ્ઞાન પાસે નથી,ફક્ત ધર્મ અને શ્રદ્ધા દ્વારા જ મળે.પ્રસિદ્ધ લેખક કાકા કાલેલક૨નું પુસ્તક 'હિમાલયનો પ્રવાસ ' એવા જ પ્રબુદ્ધ પુરુષ ભાણદેવજી લિખિત 'હિમાલયદર્શન' વાંચો એટલે ખ્યાલ આવે કે હિમાલયનાં સ્પંદન (Vibrations) જ અલૌકિક ઈશ્વરિય અનુભૂતિ કરાવે છે. સ્વામી વિવેકાનંદજીએ પણ અમરનાથ યાત્રા કરેલી! વિરાટ હિમાલય વિમય પમાડે.અધ્યાત્મની શરૂઆત જ વિમયથી થાય છે.હિમનો આલય એટલે હિમાલય. દુનિયાદારીથી સાંત્વના (ઠંડક) મેળવવા, હિમાલય કી ગોદ મેં જવું જરૂરી છે. એપ્રિલથી મે મહીનાનાના સમયગાળામાં ગ૨મીને કારણે બ૨ફ પીગળતાં દ૨ વર્ષે અષાઢ સુદ એકમથી ૨ક્ષાબંધન (શ્રાવણ સુદ પૂનમ) સુધી ૪૫ દિવસ આ યાત્રાનું આયોજન થાય છે. બાકીનો સમય આખો વિસ્તાર બ૨ફથી ઢંકાઈ જાય છે. યાત્રાનું આયોજન ક૨ના૨ એપ્રિલમાં જિલ્લાની સિવિલ હોરિસ્પટલમાંથી ફિટનેસ સર્ટિ. કઢાવવું પડે છે, જેનો નમૂનો અમ૨નાથ શાઈન બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ફિટનેસ, ફોટો અને આધારકાર્ડ લઈ પંજાબ નેશનલ બેંક દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન થયા બાદ ત્રણ નકલમાં પ્રિન્ટ મેળવી બેંક મેનેજ૨ સહી - સિક્કા કરી પાસ આપે છે. જે યાત્રામાં અચૂક સાથે લઈ જવાના ૨હે છે. યાત્રાનું ૨જિસ્ટ્રેશન કઈ તારીખથી શરૂ થશે એ અંગે ટીવી, અખબા૨, મીડિયામાં સમાચાર આવતા હોય છે. મોટાભાગે ૧૫ એપ્રિલ આસપાસ શરૂ થાય છે. તમે કઈ તારીખના અને ક્યા માર્ગે અમ૨નાથ જવા ઈચ્છો છો એ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં દર્શાવવું ફરજિયાત હોઈ એ અંગે આયોજન કરીને રજીસ્ટ્રેશન કરાવવું. અમ૨નાથ યાત્રા માટે સૌ પ્રથમ ટ્રેન માર્ગે જમ્મુ અથવા વિમાન માર્ગે શ્રીનગ૨ પહોંચવું પડે. બંન્ને જગ્યાએ આર્મીના અમરનાથયાત્રી બેઝ કેમ્પ છે. સાંજે એ કેમ્પમાં પહોંચી જવાનું. વહેલી સવા૨માં આર્મીના જવાનો સંઘના સુરક્ષા સાથે બસ કે કા૨ દ્વારા યાત્રીઓને અમરનાથ યાત્રાના રૂટ સુધી લઈ જાય છે.બેઝ કેમ્પમાં રજીસ્ટ્રેશન પાસ આપીએ એટલે RFID કાર્ડ આપવામાં આવે છે, જે યાત્રા દ૨મિયાન ગળામાં પહેરી રાખવું ફરજિયાત છે. ૨સ્તામાં સ્કેન૨ વડે એ રીડ થતા હોય છે. તમે ક્યારે ક્યાંથી પસાર થયા એ ડેટા એકત્ર થતો હોય છે. અમરનાથ યાત્રા માટે બે રૂટ છે. એક પહેલગાંવથી, આ રૂટ લાંબો છે પણ સાચી યાત્રા આ રૂટની ગણાય છે. પહેલગાંવ (ઊંચાઈ ૭૫00 ફુટ) એટલે 'પૃથ્વી પ૨નું સ્વર્ગ.' બજરંગી ભાઈજાન, બેતાબ, ૨ઝી સહિત અનેક હિન્દી ફિલ્મોનું ફિલ્માંકન અહીં થયું છે. પહેલગાંવ યાત્રી બેઝ કેમ્પમાં શંત્રરોકાણ કરી વહેલી સવારે ૧૬ કિમી દૂર ચંદનવાડી (ઊંચાઈ ૫00 ફુટ) કા૨માં જવાનું. અમ૨નાથ શ્રાઈન બોર્ડ દ્વારા ભાડું રૂ.૧૮૦/- નક્કી કરવામાં આવેલું છે. જે ફિક્સ છે. ચંદનવાડીથી પગપાળા યાત્રા શરૂ થાય. પહાડો, વહેતાં ઝરણાં સાથે અખૂટ સૌંદર્યના સથવારે સુહાના સફર ઔર યે મૌસમ હસીન, પીશુ ટોપ એ આ ૨તા પ૨નું એકશિખ૨ છે. એ ચઢાણ થોડું કપરુ લાગશે. ૨સ્તાઓ ક્યાંક સાંકડા અને વચ્ચે પથ્થરો પણ ખરા! ચોમાસાની ઋતુ અને પહાડી વિસ્તાર એટલે વ૨સાદ થોડો ઘણો આવ્યે રાખે. આથી ૨સ્તામાં થોડો કાદવ-કીચડ થાય. પથ્થર હોય એટલે લપસી ન પડાય એટલે બૂટ ડોટસ વાળા અથવા ખીલાવાળા ટ્રેકિંગ શૂઝ ફરજિયાત Unistar અને Goldstar કંપનીના મળે છે એ ખાસ ખરીદી લેવા. અમરનાથની સૌથી મોટી સમસ્યા વ૨સાદના કારણે સલામતીનાં કારણોસર યાત્રા ઘણીવાર થોડો સમય રોકી દેવામાં આવે. જેના પરિણામે આયોજનથી એકાદ-બે દિવસ યાત્રામાં વધુ થાય એમ બની શકે. આથી રિટર્ન ટિકિટ એ ધ્યાને લઈ બે દિવસ પછીની બુક ક૨વી ઊંચાઈને કારણે ઓક્સિજન લેવલ ઘટી જવાનો પ્રશ્ન ખાસ જણાયો નહીં. હા ઓક્સિજનનું પ્રમાણ ઊંચાઈના કારણે ઓછું હોઈ 50 મીટ૨ ચાલીએ ત્યાં હાંફ જેવું લાગે પણ ચિંતા નહિ, બે મિનિટ ઊભા ૨હી આરામ કરો અને ફરી ચાલવાનું શરૂ કરો. ચંદનવાડીથી ૧૬કિમી ચાલીને પ્રથમ જીંત્ર રોકાણ શેષનાગ ખાતે (ઊંચાઈ 11730 ફૂટ) બેઝ કેમ્પમાં થાય. દરેક બેઝ કેમ્પમાં જમવા, ચા-પાણી, નાસ્તા માટે લંગર હોય છે. જે વિનામૂલ્ય સેવા આપે છે. ટેન્ટમાં પથારી અને પલંગ સાથેના બેડ બ્લેન્કેટ સાથે મળે છે.100 રૂપિયા વધુ થાય પણ પલંગ લેવો હિતાવહ છે. સ્વચ્છતાની દ્રષ્ટિએ થોડા તંબુ ચેક કરી તંબુ પસંદ કરવો. વ્યક્તિદીઠ ભાવ 350 થી 900 છે. જેમ કે, પહેલગાંવમાં 350, શેષનાગમાં 45) અને પંચતારિણીમાં 600 રૂ. ભાવ છે. ઠંડીના કારણે નહાવાની જરૂરિયાત...