મોરબી : દેશની રક્ષા કાજે ભારતીય સેનામાં જોડાઈ અને અનેક પડકારો સાથે ૨૫ વર્ષ સુધી વીરતા પૂર્વક પોતાની ફરજ બજાવી નિવૃત્ત થઈ પોતાના વતન પરત ફરતા નિવૃત્ત આર્મી ઓફિસર(BSF) વણોલ અરવિંદભાઈ જીવાભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત આર્મીમેન વણોલ અરવિંદભાઈ જીવાભાઈના સ્વાગતમાં સમસ્ત ગામજનો હાજર રહ્યા હતા અને તેમના પરિવારે હર્ષોલ્લાસથી તેમનું સ્વાગત કર્યું હતું.આર્મીમેનને ફૂલહાર પહેરાવી ફૂલોથી વધાવી બેન્ડવાજા વગાડી સમસ્ત ગામજનોએ વધાવ્યા હતા.