મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં અનેક ગાયો લમ્પી વાયરસનો ભોગ બનતા મૃત્યુ પામી છે. જીવલેણ વાયરસથી ગાયોને બચાવવા પૂરજોશમાં રસીકરણ થઈ રહ્યું છે. તેમ છતાં રસીકરણમાં બાકી ગાયોની જાણ કરવા મોરબીના ગૌપ્રેમીઓએ લોકોને અપીલ કરી છે. મોરબી જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગાયને વેક્સિન આપવાની બાકી હોય તો ગૌસેવક ચેતનભાઇ પાટડીયા 85111 11080, 97684 12345 તેમજ કૃપાલસિંહ પરમાર 97271 71000, 95860 71717 નો સંપર્ક કરવો. મોરબી જિલ્લામાં કોઈપણ જગ્યાએ બાકી ગાયને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે.