આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઈ સ્પર્ધા ટંકારા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરબટીયાળી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની 100 મીટર દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ટંકારાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. ટંકારા તાલુકાની હરબટીયાળી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની 100 મીટર દોડની સ્પર્ધાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ટંકારા તાલુકાની લગભગ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. દોડ સ્પર્ધામાં સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં ભાઈઓમાં બંગાવડી સરદાર પટેલ વિદ્યાલયના પઢીયાર નિકુલ રવજીભાઈ પ્રથમ ક્રમે અને બહેનોમાં ઓરપેટ વિદ્યાલય ટંકારાના વિરસોડિયા દેવર્ષિ પરેશભાઈ પ્રથમ આવ્યા હતા. જ્યારે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાંથી ભાઇઓમાં અમૃતિયા કરણ કિશોરભાઇ નાલંદા વિદ્યાલય વિરપર અને ન્યુ વિઝન સ્કૂલ ટંકારાના ગોસરા સૃષ્ટિ મહાદેવભાઈ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. હવે પ્રથમ ક્રમાંક મેળવેલ સ્પર્ધકને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે. સ્પર્ધાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અન્ય સ્ટાફ ગણ તથા અન્ય શાળાના વ્યાયામ શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી.