ખોટી ફરિયાદ કરી અમુક ઈસમો દ્વારા હેરાનગતિ કરાતી હોવાની કલેક્ટરને રાવ મોરબી : મોરબીમાં નરસંગ મંદિર પાસે ઊભા રહેતા શાકભાજી અને ફ્રુટની લારીવાળાઓએ અમુક ઈસમો નડતરરૂપ થવાની ખોટી અરજી કરતા હોવાની રાવ કરી હતી. સાથે તેઓને ધંધો કરવા દઈને ગુજરાન ચલાવવા દેવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. નરસંગ ટેકરી મંદિર પાસે શાકભાજી અને ફ્રૂટની લારીઓ લઈને ઊભા રેહતા નાના ધંધાર્થીઓએ કલેક્ટરને રજુઆત કરી હતી કે તેઓ ફ્રુટનો તથા શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવે છે.બાપાસીતારામ ચોક, નરસંગ ટેકરી મંદિરની બાજુમાં, રવાપર રોડ આ જગ્યાએ 15થી 17 વર્ષથી ફ્રુટ અને શાકભાજીનો તેઓ સવારે 8 થી બપોરના 12:30 વાગ્યા સુધી અડધો દિવસ ધંધો કરે છે. આજ સુધી કોઈને નડતરરૂપ થયા નથી. આજથી થોડા દિવસ પૂર્વે અજાણ્યા ઈસમોએ નગરપાલિકામાં ખોટી ફરિયાદ કરી હતી.અને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આ રજુઆત ધ્યાને ન લઈ તેઓને ધંધો કરવા દેવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે.