મોરબી : મોરબી જિલ્લા પોલીસ અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે e -FRI જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના શિક્ષકો,જાહેર જનતા અને વિધાર્થીઓ હાજર રહ્યાં હતા. મોરબી જિલ્લા પોલીસ અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે e -FRI અંતર્ગત લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ધો.12 ના વિદ્યાર્થીઓ ,તેમના વાલીઓ, એલ. ઈ. કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોરબીના જાહેર જનતા હાજર રહ્યા હતા. આ ઉપરાંત શાળાના સંચાલક અને શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી પોલીસ B ડિવિઝનના PI પ્રકાશ દેકેવાડીયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. e-FIR માટેની સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની ઝીણવટ ભરી માહિતી આપી હતી.ઉપસ્થિત રાહુલ ત્રિપાઠી(sp મોરબી)એ પણ સાઇબર ક્રાઈમ અંતર્ગત લોક જાગૃતી માટે માર્ગદર્શન આપ્યું હતું.