મોરબીઃ આઝાદીકા અમૃત મહોત્સવ થીમ હેઠળ ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ-2022 સી.આર.સી. ભરતનગર ખાતે યોજાયો હતો. જેમાં ક્લસ્ટરની ઉચ્ચ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ જુદી જુદી ચાર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં ચિત્રકલા,ગાયન,વાદન,અને બાળ કવિ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો સ્પર્ધામાં એક થી ત્રણ નંબરના વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર વિતરણ સી.આર.સી.કો. ઓર્ડીનેટર હરદેવભાઈ ડાંગર તથા નિર્ણાયકો દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા થયેલા વિદ્યાર્થીઓ હવે પછી આગળ બ્લોક કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. જેઓને પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન અપાયું હતું.