આજે નવા 6 કેસ : 14 દર્દી ડિસ્ચાર્જ મોરબી : મોરબી જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ કોરોના જીવલેણ બન્યો છે. અંદાજે 6 મહિના સુધી કોરોનાથી એક પણ મોત નોંધાયું ન હતું. ત્યારે આજે હળવદની 17 વર્ષની કિશોરીનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. બીજી તરફ નવા 6 કેસ નોંધાયા છે અને 14 દર્દી રિકવર થયા છે. મોરબી જિલ્લામાં કોરોનાના આજે 6 કેસ નોંધાયા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 1 અને ટંકારા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. બીજી તરફ આજે મોરબીના 12, વાંકાનેરના 1 અને ટંકારાના 1 મળી કુલ 14 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત આજે કોરોનાએ હળવદની 17 વર્ષની કિશોરીનો જીવ પણ લીધો છે. આ કિશોરીએ કોરોનાની રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. તેમજ તેને અગાઉ લાંબા સમયથી કિડનીની જૂની બીમારી હતી. કોરોનાથી અગાઉ 15 ફેબ્રુઆરી 2022ના છેલ્લું મૃત્યુ નોંધાયું હતું. હવેબ170 દિવસ બાદ ફરી મૃત્યુ નોંધાયું છે. તેવું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું છે.