વાયરલ વીડિયોને આધારે પોલીસે તુરંત એક્શન લીધી મોરબી : મોરબી પાલિકાના પ્રાંગણમાં દેશીના બંધાણી ખુલ્લેઆમ દેશીની કોથળી પીતા હોય તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને આધારે એ ડિવિઝન પોલીસે તુરંત એક્શન લઈને બે શખ્સો સામે કાર્યવાહી કરી છે. મોરબી પાલિકાના ગ્રાઉન્ડમાં અમુક શખ્સો ખુલ્લેઆમ દેશી દારૂની કોથળી ગટગટાવતા હતા. બરાબર આ જ સમયે કોઈએ સમગ્ર ઘટના મોબાઈલ ફોનમાં કેદ કરી બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને પગલે એ ડિવિઝન પોલીસે બે શખ્સને દબોચી લીધા છે. વીડિયોમાં પીળા રંગનો શર્ટ પહેરનાર કમલેશભાઈ માલાભાઈ ભુરિયા ઉ.વ.38 રહે. પાડાપૂલ નીચે ઝૂંપડામાં મૂળ રહે. હિંડોળીયા તા. ફતેપુરા જી. દાહોદ અને લાલ રંગના શર્ટમાં રહેલા ડાયાભાઈ મોહનભાઈ મકવાણા ઉ.વ 28 રહે. મોટી બરાર તા.માળિયાવાળાને પકડી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.