મોરબી: મોરબી શહેરના દરબાર ગઢ ખાતેના બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સુંદર અને કલાત્મક બાર હિંડોળાનું દિવ્ય ભવ્ય આયોજન તથા પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ત્યારે આ હિંડોળાના દર્શન અને પ્રદર્શનને નિહાળવા ભક્તોને જણાવવામાં આવ્યું છે. અમદાવાદ નરનારાયણ દેવ ગાદીને સંલગ્ન મુળી દેશના દરબારગઢ ખાતે આવેલા બહેનોના સ્વામિનારાયણ મંદિર તેમજ નિજ મંદિરમાં રહેતા સાંખ્યયોગી રાજકુવરબા તથા સાંખ્યયોગી ઉષાબાની પ્રેરણાથી તેમજ તેમના સમગ્ર શિષ્ય મંડળ દ્વારા શ્રાવણ માસમાં આ કલાત્મક બાર હિંડોળાનું સુંદર આયોજન અને મુળી મંદિરમાં કરેલી લીલાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. ત્યારે બહેનોને સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 દરમિયાન હિંડોળા દર્શન અને પ્રદર્શનને નિહાળવા સૌ ભક્તજનોને જણાવવામાં આવ્યું છે.