રૂપિયા 95, 250ની રોકડ રકમ સાથે છ જુગારીઓને ઝડપી લેતી સીટી એ ડિવિઝન પોલીસ મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે પોલીસ પણ સતર્ક બનીને સપાટો બોલાવી રહી છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર ધર્મસિધ્ધી સોસાયટીમાં ઘરમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપી લઈ રૂપિયા 95, 250ની રોકડ રકમ સાથે છ જુગારીઓને ઝડપી લીધા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજભાઇ લોખીલને મળેલી બાતમીને આધારે પંચાસર રોડ ઉપર ધર્મસિધ્ધી સોસાયટીમા રહેતા વિરેન્દ્રભાઇ છોટાલાલ બાવરવાના રહેણાંકમાં દરોડો પાડવામાં આવતા છ જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા વિરેન્દ્રભાઇ છોટાલાલ બાવરવા, દિપકભાઇ સવજીભાઇ વાઘડીયા, જયદીપભાઇ કેશવજીભાઇ અમૃતિયા, હર્ષદભાઇ દલપતભાઇ અઘારા, સમીરભાઇ નાગજીભાઇ કાવઠીયા અને રાજેશભાઇ રમેશભાઇ વાઘડીયાને રોકડા રૂપિયા 95, 250 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ પી.એ.દેકાવાડીયા, પીએસઆઇ આર.પી.રાણા, એ.એસ.આઇ. કિશોરદાન ગઢવી, પો.હેડ કોન્સટેબલ કિશોરભાઇ પારઘી, કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, અરજણભાઈ ગરીયા, તેજાભાઇ ગરચર, સિંધ્ધરાજસિંહ જાડેજા તથા હિતેષભાઈ ચાવડા વગેરે દ્વારા કરવામાં આવી હતી.